મુખ્ય સામગ્રી પર જાઓ

હાલોને ગઢપુરધામ, ગોપીનાથ, મહારાજ નીરખવા કાજ

હાલોને ગઢપુરધામ, ગોપીનાથ, મહારાજ નીરખવા કાજ;
મેલીને સહુ બીજાં કામ, ગોપીનાથ, મહારાજ નીરખવા કાજ...ટેક.
ગઢપુરધામનો, મહિમા છે મોટો;
જગમાં જડે નહિ, એનો કોઈ જોટો;
          રાજી કરવા ઘનશ્યામ...ગોપીનાથ૦ ૧
સર્વે ધામોમાં, શ્રેષ્ઠ આ ધામ છે;
પૃથ્વી ઉપરનું, અક્ષરધામ છે;
         ચાલોને જલ્દી તમામ...ગોપીનાથ૦ ૨
દાદાનો દરબાર, લાગે સોયામણો;
શ્રીજી પ્રસાદીરૂપ, શોભે અતિ ઘણો;
          સંતો રેતા’તા તે ઠામ...ગોપીનાથ૦ ૩
જ્ઞાનજીવન કહે, હાલો ઉતાવળા;
રાહ જુએ છે હરિકૃષ્ણજી પાતળા;
        રાહ જુએ છે ઘનશ્યામ...ગોપીનાથ૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ગઢપુર પદયાત્રા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ ભાદરવા વદ-૪, શનિવાર તા.૨૯/૦૯/૨૦૧૮, કુંડળધામ,
સવારે પૂજા કર્યા બાદ ૮:૩૦ વાગે, નિજરૂમમાં                            

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026