મુખ્ય સામગ્રી પર જાઓ

જાવું છે ગઢપુરધામ, સંતો-ભક્તો, જાવું છે ગઢપુરધામ

જાવું છે ગઢપુરધામ, સંતો-ભક્તો, જાવું છે ગઢપુરધામ;
          મોક્ષનું કરવાને કામ, સંતો-ભક્તો, જાવું છે ગઢપુરધામ...ટેક.
આવો અમૂલ રૂડો, અવસર ન આવે;
આવી પદયાત્રા સૌ, ભક્તોને ભાવે;
                           રાજી થશે ઘનશ્યામ...સંતો-ભક્તો૦ ૧
ગઢપુરને ઘર માની, રહ્યા અવતારી;
ત્યાંથી ઉદ્ધાર્યાં છે, લાખો નરનારી;
                           આપણું થઈ જશે કામ...સંતો-ભક્તો૦ ૨
મોંઘો મનુષ્યદેહ, સાર્થક કરવા;
પ્યારા પ્રભુજીને, પ્રેમથી વરવા;
                           હાલોને નર વળી વામ...સંતો-ભક્તો૦ ૩
જ્ઞાનજીવન કહે, આજ અતિ ફાવ્યા;
હજારો હરિભક્ત, આનંદમાં આવ્યા;
                           જાય સહુ ગઢપુરધામ...સંતો-ભક્તો૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ગઢપુર પદયાત્રા
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026