મુખ્ય સામગ્રી પર જાઓ

રાજી કરવાને મહારાજ    

રાજી કરવાને મહારાજ, પદયાત્રા, લઈ જૈએ સહુ આજ,
       નીરખવા શ્રીજીમહારાજ, પદયાત્રા, લઈ જૈએ સહુ આજ...ટેક.
શ્રીજીનું સમરણ, અખંડ કરીએ;
વાલાની લીલાને, સદા સમરીએ;
                                  કરી લઈએ મોક્ષનું કાજ...પદયાત્રા૦ ૧
વારે વારે આવો, મોકો મળે નહિ;
પ્રગટ પ્રભુજીનાં, દર્શન મળે નહિ;
                                  ભેળા મળી સર્વે સમાજ...પદયાત્રા૦ ૨
સંતો-ભક્તોને બહુ, રાજી કરવા છે;
સેવાનાં કામ મારે, ઝાઝાં કરવાં છે;
                                  રાજી રાજી કરી લઉં રાજ...પદયાત્રા૦ ૩
જ્ઞાનજીવન આવી, યાત્રામાં આવ્યાં;
નાનાં મોટાં સર્વે, બાઈ-ભાઈ ફાવ્યાં;
                                  માયાથી છૂટશું આજ...પદયાત્રા૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ ભાદરવા વદ-૪, શનિવાર તા.૨૯/૦૯/૨૦૧૮, કુંડળધામ,
 સવારે પૂજા કર્યા બાદ ૮:૩૦ વાગે, નિજરૂમમા

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026