મુખ્ય સામગ્રી પર જાઓ

દર્શન કરવાને કાજ, ચાલો સહુ, જઈએ ઉતાવળા આજ

દર્શન કરવાને કાજ, ચાલો સહુ, જઈએ ઉતાવળા આજ;
ઘેલો મોટું તીર્થરાજ, ચાલો સહુ, જઈએ ઉતાવળા આજ...ટેક.
લક્ષ્મીવાડી છે, લાડીલા લાલની;
સુખદાઈ શોભા, એની અતિ હાલની;
          રે’તા ત્યાં મોટા મુનિરાજ...ચાલો સહુ૦ ૧
નિષ્કુળાનંદ, સ્વામીની ઓરડી;
ભક્તચિંતામણિ, લખી છે તે ઘડી;
         અતિ સુખદ ગ્રંથરાજ...ચાલો સહુ૦ ૨
શ્રીહરિનું સ્મૃતિ, મંદિર શોભે છે;
દર્શન કરતાં મારું, દિલ લોભે છે;
         હાલો હાલો સહુ ભક્તરાજ...ચાલો સહુ૦ ૩
મોટીબાનું સ્મૃતિ, મંદિર સોહામણું;
દર્શન કરતાં, થાય કામ આપણું;
         જ્ઞાનજીવન મળે મોક્ષ રાજ...ચાલો સહુ૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ગઢપુર પદયાત્રા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ ભાદરવા વદ-૪, શનિવાર તા.૨૯/૦૯/૨૦૧૮, કુંડળધામ,
સવારે પૂજા કર્યા બાદ ૮:૩૦ વાગે, નિજરૂમમાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026