મુખ્ય સામગ્રી પર જાઓ

હાલોને થઈએ નિહાલ, ગઢપુર, યાત્રા કરીને આજ

હાલોને થઈએ નિહાલ, ગઢપુર, યાત્રા કરીને આજ;
         નીરખશું ધર્મના લાલ, ગઢપુર, યાત્રા કરીને આજ...ટેક.
મહારાજ માટે શું, ન કરી શકીએ;
રાત-દિવસ એને, માટે મરી મટીએ;
         ભાળી હરિમાં જ માલ...ગઢપુર૦ ૧
વ્રત-તપ સાથે, ભક્તિ છે કરવી;
ગમે તેમ થાય તોય, હિંમત ન હારવી;
         રાજી કરવા ભક્તિલાલ...ગઢપુર૦ ૨
વાસના મેટવા ને, વાલાને ભેટવા;
ભૂલ્યા વિના હરિ, રાત-દિન રટવા;
         ટાળવા સંસૃતિ હાલ...ગઢપુર૦ ૩
જોવા છે આજ મારે, ગોપીનાથ છેલા;
નથી રે’વું વાંસે, જાવું મારે વેલા;
          જ્ઞાન કહે થાવા નિહાલ...ગઢપુર૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ગઢપુર પદયાત્રા
પુસ્તક :
કીર્તનમાળા-૩, કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૯/૦૯/૨૦૧૮, કુંડળધામ, સવારે ૯ વાગે, સાધુઆશ્રમના ચોકમાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026