મુખ્ય સામગ્રી પર જાઓ

મેલો માયાના મોલને રે, જૂઠા જગતની આશ

મેલો માયાના મોલને રે, જૂઠા જગતની આશ;
          છોડી દિયો સુખ સંસારના, હાંરે કરો બ્રહ્મનિવાસ...મેલો૦ ૧
સુખ સંસાર થકી સો ગણું રે, દેવલોકને માંય;
         સહસ્ર ઘણું સિદ્ધ લોકમાં, હાંરે પ્રાણિયા મોક્ષદાય...મેલો૦ ૨
લાખ ઘણું સુખ તે થકી રે, લક્ષ્મીવરને ધામ;
         કરોડગણું કૃષ્ણ કને, હાંરે આપે ગોલોક ઇનામ...મેલો૦ ૩
અસંખ્ય સુખ અક્ષરમાં રે, પુરુષોત્તમની પાસ;
         સતસંગી સહુ પામશો, હાંરે હેતે કહે હરિદાસ...મેલો૦ ૪

ભાવ :
ઉપદેશ
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026