મુખ્ય સામગ્રી પર જાઓ

તાળું માયાના મોલનું રે, કેમ ઉઘાડે કોય

તાળું માયાના મોલનું રે, કેમ ઉઘાડે કોય;
          લઈને કૂંચીનો લૂરખો, હાંરે નીમ નાણું ન હોય...તાળું૦ ૧
મમતાની કળ મધ્ય વચમાં રે, નવમી છે નિદાન;
         પાપનો પડદો ત્યાં નાખિયો, હાંરે દંભ દસમી કમાન...તાળું૦ ૨
મત્સર કળ મસ્ત ઘણી રે, ઉદ્વેગ એહ બાર;
         તેરમો ખળતાનો ખાટકો, હાંરે તે તો તાળા મોઝાર...તાળું૦ ૩
સોળ કૂંચીઓ સત્સંગીઓ રે, લિયો હરિ કે હાથ;
         તાળું તે વિના નહિ ઊઘડે, હાંરે બીજે ભરશો મા બાથ...તાળું૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026