મુખ્ય સામગ્રી પર જાઓ

તાળું ત્રૂટે કેમ કારમું રે, ચોડી કળું માંય સોળ

તાળું ત્રૂટે કેમ કારમું રે, ચોડી કળું માંય સોળ;
          કૂંચી વિના કેમ ઉઘડે, હાંરે મોહ માયાનો મોલ...તાળું૦ ૧
તાળામાં ત્રણ મોટા દાદરા રે, કામ લોભ ને સ્વાદ;
         તેર કળું તેમાં જૂજવી, હાંરે પેલી કળ છે પ્રમાદ...તાળું૦ ૨
મોટી કળ એક માનની રે, ક્રોધની પણ કરૂર;
         કપટ છળ બે જોડે કળું, હાંરે જાણી લેજ્યો જરૂર...તાળું૦ ૩
આશાની કળ બહુ આકરી રે, પ્રવૃત્તિની પાયેલ;
         ઈર્ષાની પણ ઓછી નથી, હાંરે દાસ હરિ કે દિધેલ...તાળું૦ ૪

ભાવ :
ઉપદેશ
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026