મુખ્ય સામગ્રી પર જાઓ

મુક્તો સંગે મોજ માણવા રે, હાલો હરિના જન

મુક્તો સંગે મોજ માણવા રે, હાલો હરિના જન;
          બેસો અક્ષરના વિમાનમાં, હાંરે પ્રભુ થયા પ્રસન્ન...મુક્તો૦ ૧
વિમાન ગાડી વહેતી કરી રે, નાથે રાખવા નોક;
         ટિકિટ ત્રિકમના નામની, હાંરે ગાડી ચાલી ગોલોક...મુક્તો૦ ૨
પાસ લ્યો ને પરબ્રહ્મનો રે, પ્રભુ કરી પ્રસન્ન;
         સાંગોપાંગ સીધા ઊતરો, હાંરે જઈને અક્ષરભુવન...મુક્તો૦ ૩
બલિહારી એના બિરુદને રે, સત્ય સ્વામીના બોલ;
         દાસ હરિ કે કલ્યાણનો, હાંરે આપ્યો કળિમાં કોલ...મુક્તો૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026