મુખ્ય સામગ્રી પર જાઓ

લે લે કૂંચીનો લૂરખો રે, તેણે તાળું ઉઘાડ

લે લે કૂંચીનો લૂરખો રે, તેણે તાળું ઉઘાડ;
          જીવ જાવા અક્ષરધામમાં, હાંરે ખાંતે ખોલે કમાડ...લે લે૦ ૧
કૂંચી લાગ્યું કર કળમાં રે, ભોગળ ભાંગે દઈ જોર;
         તાળું ઉઘાડી તું ચાલજે, હાંરે આડી માયા છે ચોર...લે લે૦ ૨
વિકટ અક્ષરની વાટમાં રે, હાથ લેજે હથિયાર;
         શૂરવીર થઈને તું ચાલજે, હાંરે વસમી માયાની વાર...લે લે૦ ૩
માયાને મારી થપાટને રે, ચાલજે સ્થાનકને માંય;
         દાસ હરિ કે શૂરવીરને, હાંરે માયા લાગે છે પાય...લે લે૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026