મુખ્ય સામગ્રી પર જાઓ

અહંકાર ધંધો અવળો, કર મા પ્રભુના ચોરજી

અહંકાર ધંધો અવળો, કર મા પ્રભુના ચોરજી;
          આવો ઉદમાત ક્યાંથી આવિયો, નથી તારે કોઈનો નોરજી...અહં૦ ૧
રીત મેલી રાજનીતિની, ભૂંડી આદરી ભવાઈજી;
         વણગુને વસ્તીને વેદના, ભીંતરે ભરી ભૂંડાઈજી...અહં૦ ૨
રાજાની બીક નથી રાખતો, કર છો ન કર્યાનાં કામજી;
         જીવોજી ઠાકરો જોખમ ભોગવે, ગુનો તારો ગુલામજી...અહં૦ ૩
નખોદ વાળી નરેશનું, કરી કાયાનગરી ઉજડજી;
         દાસ હરિ કે સૂબા ચાલ્યા ગયા, ભૂપતિ ભોગવે હડજી...અહં૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026