મુખ્ય સામગ્રી પર જાઓ

મન મોકળિયા તું માલ્યમાં, હાથ રાખી હુકમજી

મન મોકળિયા તું માલ્યમાં, હાથ રાખી હુકમજી;
          દીવાન થઈ દેહનગરનો, જીવને દે મા જોખમજી...મન ૧
ભરોસો ભૂપતીને તાયરો, રૈયતની રાખશે જતનજી;
         ભરપૂર ભંડાર વળી ભરશે, ઢગ મેળવીને ધનજી...મન૦ ૨
જીવને ધણી ધર્મરાજનો, કરવા આપ્યો કારભારજી;
         ઊલટો ઓર્યો પૂરણ પાપમાં, કાળા કામના કરનારજી...મન૦ ૩
દાળદર આવ્યું દરબારને, સૂબાને ચિંતા નહિ લેશજી;
         દાસ હરિ કે અળગા અધિકારી, દુ:ખ ભોગવે નરેશજી...મન૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026