મુખ્ય સામગ્રી પર જાઓ

જીવને લઈ ચાલ્યા જમપુરીમાં, જોરે જમ જમાનજી

જીવને લઈ ચાલ્યા જમપુરીમાં, જોરે જમ જમાનજી;
          ઊભો રાખ્યો ધરમ આગળે, ખાતું ખોલી પ્રધાનજી...જીવ૦ ૧
પૂછે પ્રધાન ખાતું જોઈને, બોલ ગોલા ગુનેગારજી;
         ચૌદ સાક્ષી ઊભા પાસળે, માથે જમનો મારજી...જીવ૦ ૨
જીવ જોડી કર કરગરે, સુણો ગરીબનિવાજજી;
         વેરી હવે વેગળા રહ્યા, ધૂળ મેળી મારું રાજજી...જીવ૦ ૩
કહ્યું મારું કરતા નથી, કારભારીઓ કોઈજી;
         દાસ હરિ કે દૂર ખસી ગયા, જમને આવતા જોઈજી...જીવ૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026