મુખ્ય સામગ્રી પર જાઓ

બુદ્ધિ ઊંધી રીત શું આદરી, કાં કર અવળા ઉપાયજી

બુદ્ધિ ઊંધી રીત શું આદરી, કાં કર અવળા ઉપાયજી;
          ઘાટ ઘડ મા ખોટા ઘટમાં, નથી રહેવાનું આંયજી...બુદ્ધિ૦ ૧
કાચા પાયા છે આ કાયાના, પડશે આજ કે કાલજી;
         આદર્યા અધવચ રેશે સર્વે, લૂંટાશે લાખુંના માલજી...બુદ્ધિ૦ ૨
નિરભે નાણું નાખી દઈને, લીધા પાપના પાષાણજી;
         વોરી વિપત બેઠો વેચવા, ઘરાક જડયા જમરાણજી...બુદ્ધિ૦ ૩
કુંભીપાકની ભૂંડી કેદમાં, ભાઈ કાં ભૂપને નાખજી;
         દાસ હરિ કે ધરમ આગળે, ચૌદેની લેવાશે શાખજી...બુદ્ધિ૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026