મુખ્ય સામગ્રી પર જાઓ

ચિત્ત શિખામણ તને શું દઇયે, વિપત વિષયમાં અપારજી

ચિત્ત શિખામણ તને શું દઇયે, વિપત વિષયમાં અપારજી;
          લવ સુખમાં લાભ લાખુંનો, મેલી જાવું જમદ્વારજી...ચિત્ત૦ ૧
વિષયનાં સુખની ખાતર, કંઈકનાં કપાણાં નાકજી;
         સાખ લખી તેની શાસ્ત્રમાં, રાજા થઈ ગયા રાંકજી...ચિત્ત૦ ૨
સંકલ્પ કરતા એ સુખના, ગઈ એળે આયુષજી;
         ધરવ નહિ રહી ધાખના, ધીક ડાઢી ધીક મૂછજી...ચિત્ત૦ ૩
ઠાકોરનો ખજીનો ઠાલો કર્યો, ભૂપના ઘરમાં રહી ભૂખજી;
         દાસ હરિ કે સોણે ન સાંપડે, સરકારને તો સુખજી...ચિત્ત૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026