મુખ્ય સામગ્રી પર જાઓ

જીવ જોને દયા દીનાનાથની, ઈશ્વર કેરો ઉપકારજી

જીવ જોને દયા દીનાનાથની, ઈશ્વર કેરો ઉપકારજી;
          કીધો કાયાગઢનો રાજીયો, સેવક આપી દસ ચારજી...જીવ૦ ૧
હંમેશાં લેજે એની હાજરી, નહિ તો વાળશે નખોદજી;
         સૂબે ચીંધ્યું એ પછી નહિ કરે, પ્રથમથી દેજે પ્રમોદજી...જીવ૦ ૨
સૂબા એ શક્તિનાં છોકરાં, અદ્‌ભુત કીધો અભ્યાસજી;
         સર્ટીફિકેટ આપ્યું શામળે, પૂરણ દેખી પ્રયાસજી...જીવ૦ ૩
આપી નૌતમ એવી નોકરી, નિત નવા લખી તુમારજી;
         દાસ હરિ કે દરબારનું, ઊંધું વાળે અમલદારજી...જીવ૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026