મુખ્ય સામગ્રી પર જાઓ

ધર્મે દૂતને આપી આગન્યા, લઈ જાઓ અહીંથી અચિરજી

ધર્મે દૂતને આપી આગન્યા, લઈ જાઓ અહીંથી અચિરજી;
          નપુંસકને નાખો કુંભીપાકે, શેકી કરો શૂરવીરજી...ધર્મે૦ ૧
કારભારીઓને કોલે પીલી, તેનું કાઢીને તેલજી;
         સીંચો આના શિર ઉપરે, ખોટા કરતો એ ખેલજી...ધર્મે૦ ૨
દંડ દિયો એહ દુષ્ટને, કેમ કરિયો વિશ્વાસજી;
         શિક્ષા સૂબાઓને કરવા, હક હતો એના પાસજી...ધર્મે૦ ૩
જીવને જમપુરી તણી, કેદમાંથી કાઢી બહારજી;
         દાસ હરિ કે ચારે ખાણમાં, ચોરાશી લાખ અવતારજી...ધર્મે૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026