મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે

શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે.
         શ્રી રામ રામ દીઠુંને અદીઠું તે વિચારિયે...૧
શ્રી રામ રામ હક બક બોલી ન બગાડીયે.
         રામ રામ વચનના લોહ ન લગાડીયે...ર
શ્રી રામ રામ વચન વિકટ બહુ બાણથી.
         શ્રી રામ રામ તનને ન ટાળે ટાળે પ્રાણથી...૩
શ્રી રામ રામ જેણે કરી દાઝે કોયના દિલમાં.
         શ્રી રામ રામ એવું ન બોલીયે કોયે પળમાં...૪
શ્રી રામ રામ સેજે સત્ય અસત્ય જણાવિયે.
         શ્રી રામ રામ જીભાયે તે ઝેર નહિ વાવિયે...પ
શ્રી રામ રામ પ્રથમ આતમ ભાવ ધારિયે.
         શ્રી રામ રામ વળતાં તે વચન ઉચારિયે...૬
શ્રી રામ રામ કેવું જે ઘટે તે કહીયે ખરું.
         શ્રી રામ રામ માન્યમાં ન આવે તો મેલો પરું...૭
શ્રી રામ રામ નિષ્કુળાનંદ નિમ રાખીયે.
          શ્રી રામ રામ વચન વિવેક કરી ભાંખીયે...૮

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026