મુખ્ય સામગ્રી પર જાઓ

વીચારે વીર મહંત મોટા જો પરમારથી

વીચારે વીર મહંત મોટા જો પરમારથી.
         વીચારે વીર સંત તો નહીં જ આપ સ્વારથી. ૧
વીચારે વીર પ્રમારથ બુદ્ધિ જેની પ્રગટી.
         વીચારે વીર ભીનભાવ મનથી ગયો મટી. ર
વીચારે વીર આપ પર ભાવ જેને ભાગીયો.
         વીચારે વીર આતમા વીવેક એક જાગીયો. ૩
વીચારે વીર પરને ઇછે છે સુખ આપવા.
         વીચારે વીર જનમ મરણ જાળ કાપવા. ૪
વીચારે વીર સંત તો સગા છે સઉ જનના.
         વીચારે વીર દયાળુ દીસે છે મોટા મનના. પ
વીચારે વીર અનંત ઉધરીયા સંત સંગથી.
         વીચારે વીર પ્રસિદ્ધ પુરાણે તે છાના નથી. ૬
વીચારે વીર પાર્ય કર્યા અપાર અધમને.
         વીચારે વીર નીરણે નથી તેનો નિગમને. ૭
વીચારે વીર સંત તો સઉનું સુખધામ છે.
         વીચારે વીર નિષ્કુળાનંદ એ શું કામ છે. ૮

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026