મુખ્ય સામગ્રી પર જાઓ

જંજાળી જીવ કર્યને વીચાર તું વીવેકનો

જંજાળી જીવ કર્યને વીચાર તું વીવેકનો,
         જંજાળી જીવ ગ્રહે વીસવાસ ગુરુ એકનો.  ૧
જંજાળી જીવ પ્રીત જે અનીતશું તે ટાળીયે,
         જંજાળી જીવ વીષેની વાટેથી મન વાળીયે.  ર
જંજાળી જીવ સુપના સરીખો તે સંસાર છે,
         જંજાળી જીવ જાગતાં જાવાનો નિરધાર છે.  ૩
જંજાળી જીવ માત તાત ભાઇને તે ભગની,
         જંજાળી જીવ ઠાલી સોબત એ છે ઠગની.  ૪
જંજાળી જીવ પિંડ ને બ્રહ્માંડ તે જાશે પડી,
         જંજાળી જીવ સુત વિત દારા ઘર છે ઘડી.  પ
જંજાળી જીવ વાદળની છાંયા તે જાશે વઇ,
         જંજીળીજીવ તન જાતે કોઇ જો તારાં નઇ.  ૬
જંજીળી જીવ અનીતશું પ્રીત એવી કાં કરે,
         જંજાળી જીવ ખોટય મોટી ખાઇ ફુલ્યો કાં ફરે.  ૭
જંજાળી જીવ નિષ્કુળાનંદ એહ શીખ છે,
          જંજાળી જીવ હજીયે ચેતે તો ઘણું ઠીક છે.  ૮ 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026