મુખ્ય સામગ્રી પર જાઓ

 આભાગી જીવ શીદને કરે છે તારું અવળું

 આભાગી જીવ શીદને કરે છે તારું અવળું;
       અભાગી જીવ સંત બતાવે છે સવળું…  ૧
અભાગી જીવ આવરદા જોને તારી જાય છે;
       અભાગી જીવ સંતથી શાને મરડાય છે…૨
અભાગી જીવ વાયુ ભરાણો તારા શીશમાં;
       અભાગી જીવ સંતથી ફરે છે કેમ રીષમાં…3
અભાગી જીવ સિદ્ધાનંદ દે છે શીખ સવળી;
        અભાગી જીવ નહિ મળે દેહ આવી વળી…૪
 
 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026