મુખ્ય સામગ્રી પર જાઓ

મારગડે રોકો માં માવા

મારગડે રોકો માં માવા; હો મોહનજી .ટેક
નિત્ય ઉઠીને કેટલુંક સહિયે, શાને બાઝો છો આવી ઠાલા...હો.મો.૧
હાથ જોડીને કરગરિયે તમને, તેમ તેમ થાઓ માં કાલા...હો.મો.૨
ગાયું ચારોને આવી ચીર તાણો છો, નથી રાજા નંદલાલા...હો.મો.૩
આજ કહીએ તે શીખ માની લેજો, પ્રેમસખીના છોગાલા..હો.મો.૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026