મુખ્ય સામગ્રી પર જાઓ

ગિરિધર ઘેલો તૂર બાઇ તારો ગિરિધર

ગિરિધર ઘેલો તૂર બાઇ તારો ગિરિધર;  બાઇ. ટેક
મારગમાં માણસ દેખતાં, આવીને બાઝે છે મારે ઉર.  બાઇ. ૧
         પરનારીને ભાળીને ભૂરાયો, જીવન જોબનપૂર.  બાઇ. ૨
નાનકડા નટવરને જશોદા, જાળવજે તું જરૂર.  બાઇ. ૩
         પ્રેમાનંદને નાથ રસીલે, અમને કીધાં ચકચૂર.  બાઇ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિશેષ નામ :
ફરિયાદ, ગોપી, હેરાનગતિ, પજવણી, સતાવણી, સતામણી,
વિવેચન:
પદ ૧૪૧૨ મું.૭/૮
*”માણસો” ગાય છે. 
www.swaminarayankirtan.org © 2026