વાર જશોદા વનમાળી, હો મોહન તારો; હો. મો. ટેક
આવડો શો લાડકવાયો બાઇ, પાલવ ઝાલે દેઇ ગાળી. હો. મો. ૧
વૃંદાવનને મારગ જાતાં, દાણ માગે છે અમને ખાળી. હો. મો. ૨
ગોવાળાની મંડલી લેઇને, જેમ તેમ બોલે દઇ ગાળી. હો. મો. ૩
પ્રેમસખીને મનડે વસિયો, પીળી પલવટ વાળી . હો. મો. ૪
