મુખ્ય સામગ્રી પર જાઓ

મારગ મેલો ગિરિધારી, હો રસિયા મારગ

મારગ મેલો ગિરિધારી, હો રસિયા મારગ; હો...ર. ટેક
વાંક વિના આવી મારગ* બાંધો, શાને ખાળો છો મૈયારી. હો...૨.૧
કોઇના શિખાવ્યા ફૂલોમાં વહાલા, વનમાં ન છેડો પરનારી. હો...ર.૨
હાંસી નહિ વાત સાચી કહું છુ, માનો શીખ હમારી. હો...ર.૩
પ્રેમસખીના શ્યામ મનોહર, જુવોને વાત વિચારી. હો...ર.૪

 

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : અજાણ રાગ
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫
સ્વરકાર : હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
વિશેષ નામ :
સંબોધન, ગોપી, હેરાનગતિ, પજવણી, સતાવણી, સતામણી,
વિશેષણ :
ઉચ્ચ કક્ષા
www.swaminarayankirtan.org © 2026