મુખ્ય સામગ્રી પર જાઓ

જીવન જમુના તીર માડી તારો

જીવન જમુના તીર માડી તારો;  જીવ. ટેક
પાતળિયો પનઘટપર આવીને,
          ભરતાં ખાળે છે નીર.  માડી. ૧
નાહિયે ત્યાં છાનો આવીને,
         ચોરીને ભાગે છે ચીર.  માડી. ૨
લોકની લાજ મરજાદ ન આણે,
         ના જાણે પર પીર.  માડી. ૩
પ્રેમાનંદ કહે રોકીને રાખીશ,
         નેણાંમાં બલવીર.  માડી. ૪ 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026