મુખ્ય સામગ્રી પર જાઓ

વારને જીવનપ્રાણ માડી તારો

વારને જીવનપ્રાણ માડી તારો; વાર. ટેક
મારગ જાતાં મળવાને ધાંખે, માગે છે જોબનિયાંના દાણ. માડી. ૧
એક કહું તો આવી લાખ કહે સામો, કઠણ વચનનાં બાણ. માડી. ૨
મધુસૂદન મતલબનો ગરજી, હરજી ચતુર સુજાણ . માડી. ૩
પ્રેમાનંદ કહે શું સમજીને, વેદ કરે છે વખાણ. માડી. ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026