મુખ્ય સામગ્રી પર જાઓ

કમલનયનને વાર બાઇ તારા

કમલનયનને વાર બાઇ તારા;  કમલ. ટેક
અલબેલો આવીને અચાનક,
        તોડે મારા હૈડાનો હાર. બાઇ. ૧
દૂધ દહીં મહીં માખણ ઘરમાં,
       રે'વા ન પામે લગાર.  બાઇ ૨
કેટલાંક કહું કેશવનાં કૌતક,
       શેષ ન પામે પાર.  બાઇ ૩
પ્રેમાનંદનાં નાથને નિરખી,
       મગન રહે છે વ્રજનાર.  બાઇ ૪
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026