મુખ્ય સામગ્રી પર જાઓ

અવતારના છે અવતારી આ જ

અવતારના છે અવતારી આ જ;
કોટી જીવોને એણે તાર્યા છે આજ;
          કરી શકે કોણ જુઓ વિચારી આજ...કોટી૦ ટેક.
જેવા તેવાને બહુ સમાધિ કરાવી;
ધામે પહોંચાડયા સહુ માયા તજાવી;
          સે’જે તાર્યાં કોટી નરનારી આજ...કોટી૦ ૧
સંતો-ભક્તોના જે યોગમાં આવ્યા;
એવા જીવો પણ અતિ અતિ ફાવ્યા;
          તેનેય આપ્યું ધામ સંભારી આજ...કોટી૦ ૨
જ્ઞાનજીવન આવું નથી કોઈએ કર્યું;
આવું જોઈને મારું હૈયું બહુ ઠર્યું;
          માની લીધા ધણી મેં અવતારી આજ...કોટી૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૧૦, તા.૦૫/૦૯/૨૦૧૮, કુંડળ, સવારે ૭:૫૫, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026