મુખ્ય સામગ્રી પર જાઓ

ક્યાંથી મળે આવા સુખના ધામ

ક્યાંથી મળે આવા સુખના ધામ;
પિયુડા વાલીડા શ્રીઘનશ્યામ;
         મળ્યા એનાં થઈ ગયાં સરવે કામ...પિયુડા૦ ટેક.
રાત દિન શ્રીજીના સંતોને સેવી;
જાણવી મૂર્તિને જેવી છે તેવી;
         ધરવું ધ્યાન પછી આઠો રે જામ...પિયુડા૦ ૧
આ મૂર્તિ નથી પળ ભૂલવા જેવી;
દિલમાં દૃઢતા રાખવી જ એવી;
         મળે નહિ આવા સર્વોપરી શ્યામ...પિયુડા૦ ૨
જ્ઞાનજીવન કહે વખાણ શું કરું;
હરિ ગુણોનું કદિ આવે નહિ સરું;
          સફળ કરું છું મારી વાણીને આમ...પિયુડા૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026