મુખ્ય સામગ્રી પર જાઓ

પૂર્ણ પુરુષોત્તમ અવતારી રે

પૂર્ણ પુરુષોત્તમ અવતારી રે; એની સર્વેથી છે વાત ન્યારી રે;
         સર્વે અવતારના અવતારી રે...એની૦ ટેક.
નથી મળી કોઈને પૂર્વે આ મૂરતિ; રાત દિન રાખવી એમાં જ વરતિ;
         રાખવા સતત હરિ સંભારી રે...એની૦ ૧
આવ્યા નથી ને અહીં આવશું ક્યાંથી; એવું બોલ્યા’તા હરિ પોતે મુખમાંથી;
         વાત લેવી દિલમાં એ વિચારી રે...એની૦ ૨
જ્ઞાનજીવન આ તો સર્વોપરી છે; સો એ સો ટકા આ વાત ખરી છે;
         સર્વોપરી છે આ જ્ઞાન ભારી રે...એની૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026