મુખ્ય સામગ્રી પર જાઓ

રાજીપો સંતોનો બહુ મળે રે

રાજીપો સંતોનો બહુ મળે રે;
પૂર્ણ પુરુષોત્તમ તો જ મળે રે;
         રાજીપો રાત દિન ખૂબ રળે રે...પૂર્ણ૦ ટેક.
સ્વામિનારાયણ સહુથી છે મોટા;
બીજા બધા તો છે એનાથી છોટા;
         હરિકૃપાથી અજ્ઞાન ટળે રે...પૂર્ણ૦ ૧
જગમાં ઉપાસ્યનો નથી જ પાર;
સર્વોપરી ઉપાસ્ય આવ્યા આ વાર;
         એની ઉપાસના ક્યાંથી મળે રે...પૂર્ણ૦ ૨
અક્ષરધામની મૂર્તિ આ મળી;
હવે બધી આપણી ઉપાધિ ટળી;
          જ્ઞાન કહે હરિ મળ્યે સર્વે મળે રે...પૂર્ણ૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૧૦, તા.૦૫/૦૯/૨૦૧૮, કુંડળ, સવારે ૭:૫૫, પૂજામા

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026