મુખ્ય સામગ્રી પર જાઓ

ક્યાંથી મળે આ હરિ સહજાનંદ

ક્યાંથી મળે આ હરિ સહજાનંદ;
પળે પળે આપે સહુને આનંદ;
               પૂર્ણ પુરુષોત્તમ પરમાનંદ...પળે૦ ટેક.
આપણાં કલ્યાણ કરવાં જ આવ્યા;
અક્ષરમુક્તોને સંગાથે લાવ્યા;
               બહુ જીવોના તેણે છોડાવ્યા ફંદ...પળે૦ ૧
હરિકૃપા વિના હરિ ન મળે;
કારણ દેહ હરિ વિના ન બળે;
               કારણ દેહ બાળ્યા બહુ સ્વછંદ...પળે૦ ૨
જ્ઞાનજીવન આવું કોણ કરી શકે;
સર્વોપરી હરિ વિના ન જ થઈ શકે;
               કરી શકે સર્વોપરી સહજાનંદ...પળે૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026