મુખ્ય સામગ્રી પર જાઓ

ક્યાંથી મળે આવા ક્યાંથી મળે રે

ક્યાંથી મળે આવા ક્યાંથી મળે રે;
પૂર્ણ પુરુષોત્તમ ક્યાંથી મળે રે;
               જેને ભજને સર્વે દુ:ખ ટળે રે...પૂર્ણ૦ ટેક.
સહજાનંદ સ્વામી છે હરિ સર્વોપરી;
બીજા નથી કોઈ એના ઉપર હરિ;
               એના ધ્યાનથી બધાં પાપ બળે રે...પૂર્ણ૦ ૧
આપણાં ભાગ્યનો પાર નથી સજની;
થયા છીએ આપણે હરિજીના ભજની;
               જેના ભજનથી મહા ધામ મળે રે...પૂર્ણ૦ ૨
જ્ઞાનજીવન કહે મોંઘા મળ્યા સ્વામી;
ટાળી દેશે સખી તારી મારી સર્વે ખામી;
               દે છે આનંદ હરિ પળે પળે રે...પૂર્ણ૦ ૩

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026