મુખ્ય સામગ્રી પર જાઓ

મોંઘામાં મોંઘા છે મારો મહારાજ

મોંઘામાં મોંઘા છે મારો મહારાજ;
સર્વોપરી હરિ રાજાધિરાજ;
          મળતાં હરિને થયાં કોટી કોટી કાજ...સર્વો૦ ટેક.
અક્ષરધામમાં સદા રહ્યા છે;
ત્યાં રહ્યા થકા અન્વય થયા છે;
         કોટી બ્રહ્માંડમાં એનું જ રાજ...સર્વો૦ ૧
ક્ષર અક્ષર ને માયાના સ્વામી;
પુરુષ કાળ પર અક્ષરધામી;
         સર્વની ઉપર છે એનું જ રાજ...સર્વો૦ ૨
આજ્ઞા-ઉપાસના મળી ‘જ્ઞાન’ મોટી;
સતત કરી લૈએ ન થૈએ ખોટી;
         પામી જૈએ ઝટ સહુ કલ્યાણરાજ...સર્વો૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026