મુખ્ય સામગ્રી પર જાઓ

સ્વામિનારાયણ સુખકારી રે; રટીએ રાત દિન અવતારી રે

સ્વામિનારાયણ સુખકારી રે;
રટીએ રાત દિન અવતારી રે;
                            કૃપા કરી સહુ પર ભારી રે...રટીએ૦ ટેક.
હરિની આજ્ઞામાં સદાયે રહેવું;
એમની જ મરજીમાં વહેતા રહેવું;
                            એ જ છે વાત આનંદકારી રે...રટીએ૦ ૧
ભૂલવી નહિ એ મૂરતિ પ્યારી;
દિવ્ય અલૌકિક સહુથી ન્યારી;
                            રાખવી સતત એને સંભારી રે...રટીએ૦ ૨
જ્ઞાનજીવન આવા હરિને માટે;
કામ કરીએ બધા શિરને સાટે;
                            રાજી કરી લેવા ભયહારી રે....રટીએ૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૧૦, તા.૦૫/૦૯/૨૦૧૮, કુંડળ, સવારે ૭:૫૫, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026