મુખ્ય સામગ્રી પર જાઓ

આપણા ઇષ્ટદેવ, સર્વોપરિ છે

આપણા ઇષ્ટદેવ, સર્વોપરિ છે;
         વાતો પોતાની એણે, સાચી કરી છે રાજ...આપણા૦ ૧
મોટા સંતોએ કાને, સુણી લખી છે;
         માટે એ વાતો અતિ, સાચી પક્કી છે રાજ...આપણા૦ ૨
આપણે આપણા, હરિ સંતોનું;
         સાચું જ માનવું, સદા તેઓનું રાજ...આપણા૦ ૩
વાતો છે ગ્રંથોમાં, અન્ય અવતારની;
         ગુપ્ત વાત છે આ, સર્વોપરીની રાજ...આપણા૦ ૪
જ્ઞાનજીવન કહે, પુરુષોત્તમપણું;
         ગોપાળાનંદજીએ, કહ્યું છે ઘણું રાજ...આપણા૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

(પૂજા કરતી વખતે)

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026