મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રીહરિ પોતે એવું, પ્રેમે બોલ્યા’તા

શ્રીહરિ પોતે એવું, પ્રેમે બોલ્યા’તા;
         પહેલાં આ બ્રહ્માંડમાં, આવ્યા ન હતા રાજ...શ્રીહરિ૦ ૧
નથી આવ્યા ને અમે, આવશું ક્યાંથી;
         જન જાણજો એમ, મુજ કહ્યાથી રાજ...શ્રીહરિ૦ ૨
સર્વ જીવોને લઈ, જાવા મુજ ધામે;
         આવ્યા છીએ અમે, આંહીં એ કામે રાજ...શ્રીહરિ૦ ૩
અનાદિ અજ્ઞાન, ટળાવી સહુનાં;
         આત્યંતિક કલ્યાણ, કરું બહુનાં રાજ...શ્રીહરિ૦ ૪
જ્ઞાનજીવન કે’ સહુ, ભક્ત જીવોને;
          આવ્યા મહાસુખ, દેવાં તેઓને રાજ...શ્રીહરિ૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૮, શનિવાર, તા.૦૩/૦૯/૨૦૧૮, કુંડળધામ સવારે ૯:૦૦ વાગે, સ્નાન કર્યા પછી તૈયાર થતાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026