મુખ્ય સામગ્રી પર જાઓ

મોંઘામાં મોંઘા આ, હરિ પધાર્યા

મોંઘામાં મોંઘા આ, હરિ પધાર્યા;
          લાખો મુક્તોના ખોટા, ખ્યાલ સુધાર્યા રાજ...મોંઘામાં૦ ૧
અન્ય ધામેથી અક્ષર, ધામે પહોંચાડયા;
         આત્યંતિકી મુક્તિ, સહજ પમાડયા રાજ...મોંઘામાં૦ ૨
કોઈથી થાય નહિ, એવું કર્યું છે;
         ચરમ કલ્યાણ પોતે, સહુનું કર્યું છે રાજ...મોંઘામાં૦ ૩
અક્ષરધામરૂપી, આત્યંતિક મોક્ષ;
         આપી નથી શક્યા, કોઈ પરોક્ષ રાજ...મોંઘામાં૦ ૪
તે ધામ વાલે મારે, સહેજે દીધું;
         જ્ઞાનજીવને તેથી, શરણું લીધું રાજ...મોંઘામાં૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026