મુખ્ય સામગ્રી પર જાઓ

આપણા ફૂટલા, આ રે બ્રહ્માંડમાં

આપણા ફૂટલા, આ રે બ્રહ્માંડમાં;
          પ્રથમવાર આવ્યા, હરિ હાલમાં રાજ...આપણા૦ ૧
નિજ સર્વોપરિ, પોતાનું જ્ઞાન;
         દેવા આવ્યા છે આજ, પોતે ભગવાન રાજ...આપણા૦ ૨
પહેલાં આવ્યા હતા, એના અવતારો;
         આજે પોતે લીધો, પોતાનો વારો રાજ...આપણા૦ ૩
ગામ કારિયાણીએ, ગોપાળ સ્વામીને;
         પોતે આવ્યાના હેતુ, કહ્યા તેઓને રાજ...આપણા૦ ૪
જ્ઞાનજીવન કહે, છએ છ હેતુ;
         કહ્યા વિના તો કોઈ, નથી રહેતું રાજ...આપણા૦ ૫

ભાવ :
મહિમા
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

(પૂજા કરતી વખતે)

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026