મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અવસર આવ્યો, અતિ અણમૂલો

આજ અવસર આવ્યો, અતિ અણમૂલો;
         ભજો હરિને ભાવે, માયાને ભૂલો રાજ...આજ૦ ૧
સર્વે અવતારો જેની, સ્તુતિ કરે છે;
         અક્ષરમુક્તો જેનું, ધ્યાન ધરે છે રાજ...આજ૦ ૨
એવા સર્વોપરિ, સ્વામિનારાયણ;
         અન્યને મૂકી થાવું, હરિ પરાયણ રાજ...આજ૦ ૩
ફરી ફરીને આવો, ન મળે અવસર;
         સર્વોપરિને ભજો, તજી અવર રાજ...આજ૦ ૪
જ્ઞાનજીવન કહે, જાણી લ્યો આજ;
          સર્વોપરીનું છે, સર્વત્ર રાજ રાજ...આજ૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026