મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રીહરિવર એવી, વાતો કરતા’તા

શ્રીહરિવર એવી, વાતો કરતા’તા;
          અન્ય ધામીને પહેલાં, મેં મોકલ્યા’તા રાજ...શ્રીહરિ૦ ૧
એની જેણે જેણે, કરી ઉપાસના;
         તે તો જઈને વસ્યા, તેના ધામમાં રાજ...શ્રીહરિ૦ ૨
પછી અક્ષરથી, અમે જ આવ્યા;
         અક્ષરધામે લઈ, જાવા તમોને રાજ...શ્રીહરિ૦ ૩
એ ધામે કોઈને, નથી કોઈ લાવતું;
         જે ધામ છે અતિ, મુજ ભાવતું રાજ...શ્રીહરિ૦ ૪
જ્ઞાનજીવન કે’ એવું, કહેતા’તા શ્રીજી;
         શીદ માનીએ અમે, કથાઓ બીજી રાજ...શ્રીહરિ૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૮, શનિવાર, તા.૦૩/૦૯/૨૦૧૮, કુંડળધામ સવારે ૯:૦૦ વાગે,સ્નાન કર્યા પછી તૈયાર થતાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026