મુખ્ય સામગ્રી પર જાઓ

નિજ છ હેતુ પોતે, કહી બતાવ્યા

નિજ છ હેતુ પોતે, કહી બતાવ્યા;
          પોતે તે હેતુ સિદ્ધ, કરવા આવ્યા રાજ...નિજ૦ ૧
ગોપાળ સ્વામીને, સંગાથે લીધા;
         પોતે આ બ્રહ્માંડે, આવ્યા છે સીધા રાજ...નિજ૦ ૨
અક્ષરધામ સરે, ડૂબકી મારી;
         સીધા પધાર્યા આંહીં, પોતે અવતારી રાજ...નિજ૦ ૩
મૂળ સ્વરૂપે આજ, મહારાજ આવ્યા;
         તેથી કળીના જીવો, બહુ જ ફાવ્યા રાજ...નિજ૦ ૪
જ્ઞાનજીવન કહે, આવા સર્વોપરી;
         હવે આ બ્રહ્માંડમાં, આવે ન ફરી રાજ...નિજ૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

 સં.૨૦૭૪ શ્રાવણ વદ-૮, શનિવાર, તા.૦૩/૦૯/૨૦૧૮, કુંડળધામ
 સવારે ૯:૦૦ વાગે, સ્નાન કરતા

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026