મુખ્ય સામગ્રી પર જાઓ

પૂર્ણ પુરુષોત્તમ પોતે, આ ફેરે આવ્યા

પૂર્ણ પુરુષોત્તમ પોતે, આ ફેરે આવ્યા;
          નિજ અક્ષર મુક્તો, સંગાથે લાવ્યા રાજ...પૂર્ણ૦ ૧
સર્વે અવતારોના, પોતે અવતારી;
         સર્વે અવતારો તવ, છે આજ્ઞાકારી રાજ...પૂર્ણ૦ ૨
ધામધામના ધામી, આવ્યા પ્રથમવાર;
         એના પહેલાં તો આવ્યા, એના અવતાર રાજ...પૂર્ણ૦ ૩
પછી દયાળુએ, દયા બહુ કરી;
         આવ્યા આ બ્રહ્માંડમાં, પોતે શ્રીહરિ રાજ...પૂર્ણ૦ ૪
જ્ઞાનજીવન કહે, સાચું આ માનજો;
         મોટેરા સંતોનો છે, આ જ સિદ્ધાંત રાજ...પૂર્ણ૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પુસ્તક :
કીર્તનમાળા-૩
ભાવ :
મહિમા
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૮, શનિવાર, તા.૦૩/૦૯/૨૦૧૮, કુંડળધામ
સવારે ૯:૦૦ વાગે, સ્નાન કરતાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026