મુખ્ય સામગ્રી પર જાઓ

આજ આનંદ મારાં, અંગો અંગ માંઈ

આજ આનંદ મારાં, અંગો અંગ માંઈ;
            રહ્યા સહજાનંદ મારે, સ્વરૂપે સમાઈ...૧
મૂરતિ મનોહર, મહા સુખકારી;
            શ્રીજી સર્વોપરી મારા, હરિ અવતારી...૨
સરવેનું કારણ, મહાસુખધામી;
            પિયુ મારો વાલીડો, સહજાનંદ સ્વામી...૩
હરિના સંબંધે મને, ચડયું અતિ જોમ;
            સુખડા આપે છે વાલો, મને રોમે રોમ...૪
દાસી હું તો જ્ઞાનસખી, સહજાનંદ કેરી;
            ઘૂઘવે છે મારે રૂપે, સહજાનંદ લહેરી...૫

ભાવ :
નિષાદા-ખુમારી
પુસ્તક :
કીર્તનમાળા-૩
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ઉત્પત્તિ:

તા.૨૦/૦૯/૨૦૦૯, વડતાલ, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026