મુખ્ય સામગ્રી પર જાઓ

પરમાનંદનો હરિ, છે મહા સાગર

પરમાનંદનો હરિ, છે મહા સાગર;
          સુણ સખી ચાલે કેમ, મારે એના વગર...૧
મારે જોઈએ સુખ સદા, દુ:ખ નહિ લેશ;
         મહા સુખ જાણું હું તો, પિયુ પરમેશ...૨
જોયા કરું હરિ એને, ભૂલું નહિ પળ;
         હરિ વિના દુ:ખદાઈ, જાણું છું સકળ...૩
દીનબંધુ દયાળુ છે, પિયુડો ઉદાર;
         આપણે કરીએ તેથી, વધુ કરે પ્યાર...૪
જ્ઞાનસખી જાણી એવું, અરપાઈ ગઈ;
         મન કર્મ વચને હું, સદા એની થઈ...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
નિષાદા-ખુમારી
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026