મુખ્ય સામગ્રી પર જાઓ

મહાસુખ ધામ મારો, પિયુજી પાતળિયો

મહાસુખ ધામ મારો, પિયુજી પાતળિયો;
          જીવ મારો સખી એના, રૂપે અતિ હળિયો...૧
પિયુનો આકાર અતિ, રમણીય શોભે;
         જોઈ જોઈ સખી મારાં, અંગોઅંગ લોભે...૨
અંગોઅંગ જોડું હું તો, છોડું નહિ સ્વામી;
         પિયુને ઝાલીને જાઉં, એના રૂપે જામી...૩
પિયુને હું વ્હાલી અતિ, પિયુ મને વ્હાલો;
         સુખ આપે રાત દિન, શ્રીજી મતવાલો...૪
સુણ જ્ઞાનસખી એક, હરિ જોયા જેવો;
         બાકીનો સમાજ માથું, કૂટી રોયા જેવો...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
નિષાદા-ખુમારી
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026