મુખ્ય સામગ્રી પર જાઓ

ગમતું કરીએ તો તો, હરિ વશ થાય

ગમતું કરીએ તો તો, હરિ વશ થાય;
         તોડી તૂટે નહિ એવી, પ્રીત કરે રાય...૧
રહીએ ગમતામાં એના, રાજીપે સદાય;
         તો તો પિયુ આપણાથી, છેટો નવ જાય...૨
ભવ બ્રહ્મા ભજે એને, થઈ નિરમાની;
         સેવે એને મોટા ઋષિ, તપસ્વી ને જ્ઞાની...૩
રાધા-રમા વશ રહી, કરે સેવકાઈ;
         મૂકી મનધાર્યું રહે, ઇચ્છામાં સમાઈ...૪
જ્ઞાનસખી કહે એવાં, મોટાં એને ધારે;
          ધન્ય મારાં ભાગ્ય મારું, ચિત્તડું સંભારે...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
નિષાદા-ખુમારી
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026