મુખ્ય સામગ્રી પર જાઓ

લાખો યુગો તપ કરે, જઈ મહાવન

લાખો યુગો તપ કરે, જઈ મહાવન;
         તોય સખી કૃપા વિના, મળે ના દર્શન...૧
સ્નેહે રાજી થાય ત્યારે, પધારે છે પ્યારો;
         પછી પળ એક પિયુ, થતો નથી ન્યારો...૨
સુખ આપે અતિ અતિ, રાજી થઈ સ્વામી;
         સુખ આપવામાં હરિ, રાખે નહિ ખામી...૩
થઈ એના દાસ ભાવે, જોડી રહીએ હાથ;
         શરણાગતની સાથે સદા, રહે કૃપાનાથ...૪
અહંમતિ દૂર કરી, સેવી લેવા સ્વામી;
          જ્ઞાનસખી ટાળે બધી, રાજી થઈ ખામી...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
નિષાદા-ખુમારી
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026