મુખ્ય સામગ્રી પર જાઓ

હરિની હું હરિ મારે, બીજું નહિ કાંય

હરિની હું હરિ મારે, બીજું નહિ કાંય;
          હેતે હેતે સદા રહું, હરિમાં સમાય...૧
હરિવરનાં ક્યાંથી મળે, સ્પર્શ ને દર્શન;
         જોઈ જોઈ રાજી રહે, સદા મારું મન...૨
બધી રીતે સુખદાઈ, સહજાનંદ સ્વામી;
         બીજા મોટા-મોટામાં પણ, નીકળે છે ખામી...૩
સર્વે ગુણે સંપૂર્ણ, સદાયે નિર્દોષ;
         એક મારો હરિ જાણી, કરું છું હું ઘોષ...૪
જ્ઞાનસખી સખી એને, મળવું છે માંઘું;
         ગુરુના પ્રતાપે મારે, થઈ ગયું સાંઘું...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
નિષાદા-ખુમારી
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026